રચના
રચના

1 min

11.5K
છંદ અને માત્રાનું મિલન હું.
શબ્દ બની સાહિત્યમાં રહુ હું,
સબંધ કે શરીર મને નડે શું ?
રહુ કેદ ભલે પુસ્તકમાં,
ફરતો રહુ બધાની નજરમાં.
હાથ,પગ નહીં, નહિિ ધડ-માથું,
ફરું તોય જગ આખું.
કવિતા,ગીત કે ગઝલ કહો,
મહત્વ નામનું હું ક્યાં રાખું,
સદા આગળ ભાવ ને હું રાખું.