STORYMIRROR

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

રામરતન

રામરતન

1 min
26.7K


મારે રામરતન અઢળક નાણું,

સદા સર્વસ્વ એને બસ જાણું.


ભવોભવની રહી છે મારી પૂંજી,

રોમેરોમમાં રામનામ રહેતું ગૂંજી,

હરિવર હો મારે શાશ્વત ઠેકાણું ,

મારે રામરતન અઢળક નાણું.


એ રતન દશેદિશામાં પ્રકાશતું,

પરમ લક્ષ્ય એમાં મને ભાસતું,

હરિનામનો આહાર પિછાણું,

મારે રામરતન અઢળક નાણું.


'રામાશ્રય' એજ મારી સંપદા,

જેમાં કદીએ ન આવે વિપદા.

નામસ્મરણનું અદભુત ટાણું,

મારે રામરતન અઢળક નાણું.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More gujarati poem from Chaitanya Joshi

દીવાનો

દીવાનો

1 min വായിക്കുക

સનમ.

સનમ.

1 min വായിക്കുക

આસ્થા.

આસ્થા.

1 min വായിക്കുക

ઘૂંઘટ

ઘૂંઘટ

1 min വായിക്കുക

સંસ્કૃતિ

સંસ્કૃતિ

1 min വായിക്കുക

સંકલ્પ

સંકલ્પ

1 min വായിക്കുക

મૌન

મૌન

1 min വായിക്കുക