રામ હરે...!
રામ હરે...!
1 min
13K
સીતા શબ્દે શબ્દે ઉચ્ચારે "રામ હરે"
ભરત દિલ ધડકનની હારે "રામ હરે"
લખન રહેતા રત રામસેવામાં સદાયે,
સ્મરણ ધનુષ તણા ટંકારે "રામ હરે"
શત્રુઘ્ન સેવાભાવી અનુચર રામ તણા,
મનમાંહી એક માત્ર વિચારે "રામ હરે"
હનુમંત હાજરાહજૂર હર પળ હરિને,
એની શ્વાસ સરગમ સ્વીકારે "રામ હરે"
પ્રજા સુખી રામરાજ્યમાં આનંદ મંગલ,
ઓલ્યો ધોબી પણ હારેહારે "રામ હરે"