Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Others

4.5  

Ramesh Patel (Aakashdeep)

Others

રાજા મેઘો

રાજા મેઘો

1 min
318


શાતા શોધે, ધરણ ધખતી, બાફલો અંગ-અંગે,

પ્રાથે પ્યારે, ગગન સજવો, મેઘલા વાયુ સંગે,


ગાજ્યો મેઘો, મયુર ટહુકે, વીજસર્પો ઝબૂકે,

તોફાની આ, ઋતુ ગજવતી, ડુંગરા વ્યોમ ધાકે,


મસ્તી તારી, ભય નટખટી, બીક દેતી જ ભારી,

છે ઉલ્લાસી, ઋતુ વરસતી, ગર્જતા ધોધ વારિ,


છૂટે ખૂશ્બુ, મિલન મધુરાં, ધન્ય! સંતૃપ્ત મૈયા,

કેવા મીઠા, ઉરલ- ટહુકા, મેઘ મારા રસિલા, 


ગાજો પંખી, ઋતુ ફળ ધરે, વેલડીઓ ઉદારી,

ઝૂમે હૈયાં, ઝરમર ઝૂલે, વાત માંડે મજાની,


રાજા મેઘો, સરવર રૂપા, અંકુરી-માત ઝૂમે,

ભીની વાતો, પુલકિત મને, ગીત કોઈ જ ગોતે,


ઝૂમે વૃક્ષો, નયન સુખિયાં, વૈભવી દાન તારાં,

રાજેશ્રીઓ, તવ શરણમાં, મૂકજે ના મલાજો.


Rate this content
Log in