The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Neha

Others

4  

Neha

Others

રાધા

રાધા

1 min
84

એક સુરીલું નામ, રાધા,

કૃષ્ણનો પર્યાય એ રાધા !

વાંસળીનો કોઈ સૂર, રાધા,

કૃષ્ણ નામે એક ગીત, એ રાધા !

યમનાનું વહેતું નીર, રાધા,

શ્યામનું મોરપીંછ, એ રાધા !

વિરહની મૂર્તિ રાધા,

પ્રાણવલ્લભનો પ્રાણ, એ રાધા !

આખેઆખો, ગ્રંથ રાધા,

માધવનો અનુવાદ, એ રાધા !

કાન્હાનો આત્મા રાધા,

કૃષ્ણમાં એકાકાર, એ રાધા !

કૃષ્ણ પહેલાં, નામ લેવાય, રાધા !

પ્રેમની પરાકાષ્ઠા, એ રાધા ! 

જગતનો રખેવાળ, કાન્હા,

જગતનિયંતાનો, આધાર એ રાધા !

Rate this content
Log in