રાધા રાણી
રાધા રાણી
1 min
436
કૃષ્ણ હદયની હું છું મહારાણી,
હા મારું જ નામ છે રાધારાણી,
મનમોહન છે મારો કૃષ્ણમોરારી,
તો મનમોહક હું છું રાધારાણી,
કૃષ્ણ દિવાની તો મીરાં કહેવાણી,
હું તો એને પામી બની રાધારાણી,
કૃષ્ણે સર્વસ્વ મારા પર ઓવાર્યુ,
એણે જ બનાવી મને રાધારાણી,
છોડીને ગયો છે મને મારો ગિરધારી,
પણ એનો ધબકાર બનાવી ગયો આ રાધારાણી,
