STORYMIRROR

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

પુરુષોતમ તારણહાર.

પુરુષોતમ તારણહાર.

1 min
26K


મુજ નયને અનરાધાર પધારો પુરુષોતમ તારણહાર

કરીને વિનંતિ સ્વીકાર પધારો પુરુષોતમ તારણહાર.


હૈયું હરખઘેલું બનીને થયું આગમન વધાવવા તૈયાર,

ઝંખી રહ્યા ઉરધબકાર પધારો પુરુષોતમ તારણહાર.


પ્રાયાશ્ચિતની અગન પ્રજળે પાતક સઘળાં દહનાર,

રોમેરોમના છે આવકાર પધારો પુરુષોતમ તારણહાર.


હરપળ હરક્ષણ હરિ નીરખવા બંધ નૈનના પલકાર.

નૂતન આશ અર્પે સવાર પધારો પુરુષોતમ તારણહાર.


શેષશાયી હે અબ્ધિવાસી મમ અંતરના આ ઉદગાર,

હજુએ કાં લગાડો વાર પધારો પુરુષોતમ તારણહાર.


Rate this content
Log in