STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Others

પુનર્જન્મ

પુનર્જન્મ

1 min
204

એકનું મૃત્યુ, બીજાનો જન્મ થાય છે

બીજ પોતાનું અસ્તિત્વ ગુમાવી

છોડમાં રૂપાંતરિત થાય છે

બીજનો પુનર્જન્મ આવી રીતે થાય છે


સૂર્યાસ્ત થાય છે ચાંદનું આગમન થાય છે

વળી રાતનું મરણ સવારનો જન્મ

બસ કુદરતનો આ ક્રમ ચાલતો જ રહે છે


પાનખરે કરમાઈ ગયેલો બાગ

વસંત માં ફરી ખીલી ઉઠે છે

ફરી ફૂલોનો પુનર્જન્મ થાય છે


આવ્યા ત્યાં ફરી જવાનું,

અહી નથી કોઈ કાયમ રહેવાનું

કિંમતી મોતી સમ છે આ જીવન

એને નથી ખોવાનું.


પારા જેવું છે આ જીવન

સરી જાય હાથમાંથી

તો નથી રોવાનું


Rate this content
Log in