Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Fantasy Others

4  

Kaushik Dave

Drama Fantasy Others

પત્ર... પત્ર કે પત્ર

પત્ર... પત્ર કે પત્ર

1 min
257


નથી મને રસ પત્રમાં, નથી હવે મળતો પત્ર 

રસ છે હવે બસ વોટ્સએપમાં મસ્ત !


ઈમેલ લખું તો જાણે કોઈને કંમ્પલેન કરું !

અથવા તો જાણે હું કોઈ ઓફિસને કરું,


નથી ચાલતી કલમ અને નથી મળતી ટિકિટ

ટિકિટ લાવું ક્યાંથી હું, પોસ્ટ ક્યાં કરું ?


કુરિયર કરું કે પોસ્ટ ઓફિસથી મોકલું

કેટલા દિવસની રાહ કેમ જોઉં !


નથી મને રસ પત્રમાં નથી હવે મળતો પત્ર

રસ છે હવે બસ વિડિયો કોલિન્ગમાં મસ્ત,


નવરા પડે ત્યારે મેસેજ તો કરાય

ફ્રીમાં વોટ્સએપ ઉપયોગ કરાય,


બચતની બચત અને પત્ર મફત લખાય

વાંચે કે ના વાંચે..હમમ..લખાઈ જાય,


તારો મેસેજ આવે તો ફટ દઈને જોવાય

બીજાના મેસેજને નિરાંતે જોવાય,


મધરાતે બાર બાર વાગ્યા સુધી રાહ જોવાય 

નેટ ચાલુ રાખીને ઊંઘમાં સવાર પડી જાય,


અડવાંગ કહે મને બાઘા બની ના જીવાય

પત્રની રાહમાં ઊંઘ ના બગાડાય.


Rate this content
Log in