પતંગ ફીરકી
પતંગ ફીરકી
1 min
306
પતંગભાઈ અને ફીરકીબેનમાં
થયો મીઠો ઝઘડો,
હવે આકાશે કેમ ઉડવું..?
પતંગ રડું રડું થઈ ગયો..
પીલ્લું એ બતાવી લાગણી,
ચાલ ભાઈ પતંગ હું લઈ જાવ,
પતંગભાઈ લાગણીમાં ઓળઘોળ,
પણ ફીરકીબેન લાલચોળ,
ફીરકીબેન કાઢે ડોળા,
ગભરાયા પતંગભાઈ,
સમાધાન ને અંતે ફીરકીબેને
પકડી આંગળી
અને પતંગભાઈ હવામાં
તરબતર.