પતંગ મારો કેવો મજાનો !
પતંગ મારો કેવો મજાનો !

1 min

312
કેવો મજાનો દેખાય,
પતંગ મારો કેવો મજાનો !
આકાશે ઊડતો જાય,
પતંગ મારો કેવો મજાનો !
સુંદર મજાનો દેખાય,
દલિયાવાળો પતંગ મારો,
પતંગ મારો કેવો મજાનો !
રંગરંગીલો લાગે બહું સારો,
સઈડ,, સઈડ,, સઈડકારા થાય,
પતંગ મારો કેવો મજાનો,
પવનના સુસવાટે, મન મલકાતો,
ઉલાટ-ગુલાંટ ખાય, ઠમક ઠમકાતો,
પુંછડીયાને વીંટળાય જાય,
પતંગ મારો કેવો મજાનો,
હરખઘેલુડા સૌ, આનંદ માણજો,
બસ ગાડીનું જરા, ધ્યાન રાખજો,
જીવન રોળાઈ ના જાય,
પતંગ મારો કેવો મજાનો,
પવિત્ર તહેવાર, ઉત્તરાયણ મનાવો,
પુણ્યદાન કરી, આ જીવન દીપાવો,
જો જે વેર ઝેર ના બંધાય,
પતંગ મારો કેવો મજાનો !