STORYMIRROR

Vrajlal Sapovadia

Children Stories Drama Fantasy

3  

Vrajlal Sapovadia

Children Stories Drama Fantasy

પર્વત અને દરિયો

પર્વત અને દરિયો

1 min
199

પર્વત કહે હું છું ઊંચો તો દરિયો કહે હું બહુ ઊંડો,

પર્વત જોઈ વળે પવન પાછા દરિયો કહે હું ભૂંડો,


નિપજાવું મોજા ઉછળતા વિશાળ હું મારુતિ થકી,

સુનામીનો કરું કિનારે પ્રહાર જયારે હું જાઉં છકી,


પર્વત કહે બહુ ઘન વનરાઈ લીલીછમ મારા ઘરે,

દરિયો કહે જો હું વાદળ ન ભરું તો સૌ તરસે મરે,


ઔષધો કઈં છુપાયા ને પર્વત શીર પર ધજાનો,

દરિયો કહે હીરા-માણેક, મોતી-શંખનો હું ખજાનો,


માછલીઘર હું ને પૂરી દુનિયા ખાય મારુ નમક,

જલ પર તરી જઈ વિદેશ સૌ લાવે ધંધાની ચમક,


ને બે ખંડની વચ્ચે બની રહું હું શાંતિની દિવાલ,

પર્વત કહે હું આટલો ઊંચો રોકવા યુદ્ધની ધમાલ !


Rate this content
Log in