STORYMIRROR

Vrajlal Sapovadia

Others

3  

Vrajlal Sapovadia

Others

પ્રસ્વેદ, દરિયો અને મૃગજળ

પ્રસ્વેદ, દરિયો અને મૃગજળ

1 min
10

અચંબાયો મૃગજળ અખૂટ જળભંડાર નીરખી 

સીંચતા ગાગર કોરી આવી જાય કોણ ભરખી,


વાદળ આવ્યા અંધારે મૃગજળ ભર્યું પીઠ પરે 

ઠાલવ્યું જઈ રત્નાકરે છલકી તન તરંગ ઉપરે,


ને મૃગજળે વળી સરવાણી કઈ હશે એ સંચયે

દિલાવર દરિયો નભે ઝાંઝવે મન દિલ ખૂંચયે,


પ્રસ્વેદ ટપક્યું જોયું મેં કૂવે વીરડે કિસાન કેરું 

કૂવેથી જ્યાં ઝરણું ઝબક્યું તળાવ તરફે અનેરું,


તરસ્યું રહ્યું તળાવ વણનોતર્યું નીર નદી વહ્યું 

લઇ લે જળભંડાર નદીએ મૃગજળ કાને કહ્યું,


અચંબાયો મૃગજળ અખૂટ જળભંડાર નીરખી

અતિ અચંબાયો જોઈ હું ધીરજ પ્રસ્વેદ સરખી.


Rate this content
Log in