STORYMIRROR

Jyoti Ramani

Others

3  

Jyoti Ramani

Others

પરમ સાથે પ્રીત

પરમ સાથે પ્રીત

1 min
14.1K



શ્યામ

ધીરે ધીરે થયું આ જીવન સ્નિગ્ધ

શ્યામ, તું જ એ સંદિગ્ધ


ભર્યું ભર્યું ચોતરફ સંસારથી સંસારમાં

ને તોયે મધ્યે જ રિક્ત

શ્યામ તું જ એ સંદિગ્ધ


રિક્તતામા, પ્રણવમાં અને પ્રણયમાં

ન જોઉં કોઈ અતિરિક્ત

શ્યામ તું જ એ સંદિગ્ધ


સહુમા વસે જે, જેમાં વસે સહુ

સહુથી તોયે જે અલિપ્ત

શ્યામ તું જ એ સંદિગ્ધ


Rate this content
Log in