પરમ સાથે પ્રીત શ્યામ
પરમ સાથે પ્રીત શ્યામ
1 min
12.9K
આ પ્રીતના સ્પંદન તુજ સુધી પહોંચતા હશે
જ્યારે સખી દ્રુપદ સુતા હાથ જોડી કરગરતા હશે
જ્યારે પ્રહલાદ પ્રેમે કરી ગરમ થામ્ભલે તને જોતાં હશે
જ્યારે મીરાંબાઈ ઘુંઘર બાન્ધી નાચતા હશે
જ્યારે નરસી મન મૂકી કરતાલ વગાડતાં હશે
જ્યારે વૃન્દાવને ગોપગોપી ગીત ગાતા હશે
જ્યારે ગજ અંતરનાદે તને પોકારતા હશે
જ્યારે તારાં ભક્તને કોઈ પજવતા હશે
ક્યારેક મારાં ય નીતરતા શબ્દ
તને ભરચક ભીંજવતા હશે
