Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

પરમ પ્રીતની પીર

પરમ પ્રીતની પીર

1 min
233


શ્યામ !

તારા હૃદયના સરનામે મારી નજર ફરે છે,

દિલની ધડકનના કારનામે પાછી ખંજર બને છે !


છૂપાવી મારી આંખના પલકારામાં તને શ્યામ,

ભીતર ભીની ભીની લાગણીનાં સમંદર બને છે !


એક ધક્કો તારા સ્મરણનો મળે જો મને પ્રેમથી,

આંખોથી વહેતા સ્નેહ ઝરણનાં મંજર બને છે !


ને મારા દિલની વેરાન ધરા ઉપર એ વેરાઈ,

પાનખરે પણ હરિયાળા સ્નેહનાં સઝર બને છે !


ઈચ્છાઓની કૂંપળો પણ પીળી થઈ ખરી પડી અંતે,

હવે સૂકા પર્ણોના રવમાં તારા પગરવ બને છે !


કેમ કરી સમજાવું 'પરમ' પ્રિતની પીર તને હું,

કેમ સંધ્યાએ ભુખડી આશાનાં ધણ 'પાગલ' બને છે !


Rate this content
Log in