STORYMIRROR

Jagruti rathod "krushna"

Others

4  

Jagruti rathod "krushna"

Others

પરિવર્તન

પરિવર્તન

1 min
225

સૂરજે ખુદની થોડી ઉર્જા સમેટી પહાડો પાછળ,

જાણે દિવસ આથમવાનો પડઘો સંભળાય,


નભમાં વીજળીનો તેજ લિસોટો, છતાં નયનમાં અંધકાર

કદાચ આ નિશાની છે, સમય પરિવર્તનની !


ટીપે ટીપે વરસતો વરસાદ, પળ પળ વીતે આ જીંદગી

જેમ ટીપે ટીપે ભરાય સરોવર, એમ પળ પળ સમેટાય જીંદગી


ના બેમતલબ કશું આ જગમાં, ના સૂરજનું સંતાઈ જવું

ના પહાડોનાં પડઘા, ના વીજળીનો ચમકાર


ના નયનમાં અંધકાર, ના ટીપું એ વરસાદનું

ના પળ એ જિંદગીની, બસ સમય સમયની છે વાત

ઘડી અંધકાર, ઘડીમાં ઉજાસ


Rate this content
Log in