STORYMIRROR

Vaishali Mehta

Others

4.0  

Vaishali Mehta

Others

પરિવાર

પરિવાર

1 min
11.5K


પરિવાર હો પારાવાર 

પણ ન હો; જો લાગણીના તાર

લાગશે એકમેકનો ભાર


સહેલું નથી આમ સ્નેહથી બંધાવું

થોડુ-ઘણું સદા; સૌને પડે નમવું 


પણ; નસીબદાર જાણજો ખુદને

ઈશ્વરે જો બક્ષ્યો હો તમને પરિવાર 


કારણ જાણજો એટલું 

લાગણીઓ નથી વહેંચાતી ભર-બજાર 


હૈયે સદા રહેશે હામ

પાર પડશે સઘળા કામ તમામ


શરત છે ફકત એટલી

દેજો અહીં દિલને માન

મગજનું નથી અહીં કામ! 


Rate this content
Log in