STORYMIRROR

Anjana Gandhi

Others

4  

Anjana Gandhi

Others

પરીક્ષાનો વિવાદ

પરીક્ષાનો વિવાદ

1 min
499

પરીક્ષા અમારી વિવાદે ચઢી છે,

ભલે એ તમારા હિસાબે ચઢી છે,


શરૂઆત થઈ છે તપીને અહીં તો,

હવે જો લગન એ ઝગારે ચઢી છે,


જવાબો અમારા છે સાચા દરેકે,

તમારી કસોટી વિચારે ચઢી છે,


કહી છે જે વાતો ઘણીયે જરુરી,

તમારા જ માટે પ્રયાસે ચઢી છે,


ન મારો સવાલો તણાં તીર એવાં,

જવાબી કમાનો પ્રવાસે ચઢી છે.


Rate this content
Log in