STORYMIRROR

Alpa Vasa

Children Stories

3  

Alpa Vasa

Children Stories

પરીક્ષા

પરીક્ષા

1 min
514

આવ્યો માહોલ પરીક્ષાનો.

મોઢેથી નિકળ્યું, ઓહ નો..

યાદ આવ્યા ત્યારે ગોડ.

    આવ્યો માહોલ પરીક્ષાનો.


ઉઠી સવારે ખાધી બદામ,

માથે કરાવ્યું તેલ મસાજ,

દૂધ પીને બન્યા ગુડ બોય.

   આવ્યો માહોલ પરીક્ષાનો.


કમને મૂક્યો આઘો ફોન,

ઉંચો મૂક્યો ટી.વી નો રીમોટ.

બેઠો વાંચવા ગોતી કોર્નર.

      આવ્યો માહોલ પરીક્ષાનો.


દાદીનો શીરો, મમ્મીની ચા,

બેની ફેરવે માથે હેતે હાથ.

આપણું તો ભાઈ વધ્યું માન.

   આવ્યો માહોલ પરીક્ષાનો.


રંગે ચંગે થઈ પૂરી પરીક્ષા,

જાણે જીત્યો મેં મોટો જંગ.

હવે રીઝલ્ટમાં પ્રભુ રાખજે રંગ.

    આવ્યો માહોલ પરીક્ષાનો.


Rate this content
Log in