પરિચય
પરિચય

1 min

283
મામા કહેવાય, મામા કહેવાય,
મમ્મીના ભાઈને કહેવાય,
કાકા કહેવાય, કાકા કહેવાય,
પપ્પાના ભાઈને કાકા કહેવાય,
માસી કહેવાય, માસી કહેવાય,
મમ્મીની બહેનને માસી કહેવાય,
ફોઈ કહેવાય, ફોઈ કહેવાય,
પપ્પાની બહેનને ફોઈ કહેવાય,
નાના કહેવાય, નાના કહેવાય,
મમ્મીના પપ્પાને નાના કહેવાય,
દાદા કહેવાય, દાદા કહેવાય,
પપ્પાના પપ્પાને દાદા કહેવાય,
નાની કહેવાય, નાની કહેવાય,
મમ્મીની મમ્મીને નાની કહેવાય,
દાદી કહેવાય, દાદી કહેવાય,
પપ્પાની મમ્મીને દાદી કહેવાય.