પ્રેમરસ પ્રકટાવો હૈયે
પ્રેમરસ પ્રકટાવો હૈયે
1 min
690
પ્રેમરસ પ્રકટાવો હૈયે, પ્રેમરસ પ્રકટાવો !
નાનકડા મારા અંતરમાં પ્રકટ બનીને ગાઓ
રોમરોમમાં રાસ રમી લો જીવન નવલ જગાવો... પ્રેમરસ પ્રકટાવો.
અમૃતથી આંખલડી આંજો, ઝેર બધાંય શમાવો
વાણીમાં મધુ વેદ વહાવો ! જડતા ભલે બહાવો !... પ્રેમરસ પ્રકટાવો.
કુશળ બની કારીગર મારી કંચન-કાય બનાવો !
પુલકિત કરો પ્રકાશ ભરીને, પર્વ પવિત્ર મનાવો... પ્રેમરસ પ્રકટાવો.
પ્રેમ બનીને તમે પ્રકટ હો, ગીત બનીને ગાઓ
'પાગલ' પ્રાણ તમોને તલસે, પિયૂષ તેને પાઓ... પ્રેમરસ પ્રકટાવો
