પ્રેમની યાદ
પ્રેમની યાદ


એય નથી સમજાતું મને
તુજથી પ્રેમ છે કે નશો ?
વલખાતી હું તુજને મળવા
ચાતક થઈ રાહ નિરખતી .
જોરથી જકડી પાછળથી,
જ્યારે ભીંસી મુજને લેતો,
તારા બાથમાં દુનિયા હું ભૂલતી,
વૈરાગી સમય વિસરી બસ,
આંખ તુજને નિહાળતી.
છોને પરવા આ જાલિમ જમાનાની,
અડકે તું હાથ ત્યારે હિંમત હું પામતી,
તારામાં એકાકાર થઈ ઓગળતી જતી
થઈ બાવરી ભાન હું ભૂલી બેસતી.
વર્ષોની પ્યાસી હું તુજવીના ભટકી,
તારા પ્રપંચ વ્હાલે તૃપ્ત તું કરતો,
મારા ખોળે માથું ઢાળી મને નિરાખતો,
વ્હાલા ત્યારે તું વધુજ વ્હાલો લાગતો.
શુ આપણો સાથ આમજ રહેશે ને ?
તું છોડીને નહિ જાયને આ પાગલ ને ?
એક સવાલે કંપી ઉઠતો તું મુજને ઢાળી,
તારા હોઠ વડે એકરાર કરી દેતો તું.
ને તારા ખંજન પડેલા ગાલ પર
અશ્રુ બની લાગણીઓ રેલાતી
આમજ આપણે પ્રેમ જીવતા.