STORYMIRROR

Sapana Vijapura

Others

3  

Sapana Vijapura

Others

પ્રેમ છે

પ્રેમ છે

1 min
302

પ્રેમ ઈશ્વર છે ને ઈશ્વર પ્રેમ છે,

છે અમર આત્માને નશ્વર દેહ છે,


હર દિવસ હો પ્રેમનો ને રાત પણ,

આંખથી જે ખૂબ છલકે નેહ છે,


વેર દુનિયાથી નથી પણ એ ખુદા,

પિંજરામાં આતમા મુજ કેદ છે,


આ જગતનો પ્રેમ મિથ્યા ભ્રમ છે,

પ્રેમ અવિનાશી ને શાશ્વત એજ છે,


ઓ ખુદા લે ફૂલનો આ ગુચ્છ તું,

તું જ છે વેલેનટાઈન, પ્રેમ છે,

આ જગતની કોણ પરવા પણ કરે ?

ઈશ્ક 'સપના'નો ખુદાને પ્રેમ છે.


Rate this content
Log in