પ્રધાન
પ્રધાન
1 min
11.7K
બન્યા બિચારા મહેનત કરી આજ પ્રધાન
સાત પેઢી ખાય એટલા કર્યા ઢગલા ધાન
પરિશ્રમ કેટલો કર્યો કે એનો નહીં હિસાબ
તાલીમ દઈ કર્યા હજારો કહેવા એને સાબ
અહર્નિશ બોલવાનું કાંઈ નથી મોટી વાત
સાચુંખોટું બોલવું ને મારવાની સૌને લાત
ધગધગતા ઉનાળે પહેરવાના જાડા વસ્ત્ર
શાંતિની વાતો કરતા રાખી બગલમાં શસ્ત્ર
ગળા ફાડી સૂત્રો પુકારવા ગરીબી હટાવો
ઠેકેદાર લઈ જા ઠેકો મારી ગરીબી મિટાવો
બન્યા બિચારા મહેનત કરી આજ પ્રધાન
સત્તા સંપત્તિ સાયબીનું રાખવું સાચું સંધાન.
