STORYMIRROR

jignasa joshi

Others

4  

jignasa joshi

Others

પ્રભુને હળવા કરીએ

પ્રભુને હળવા કરીએ

1 min
182

વિચાર કરો ઈશ્વર કેટલું સહન કરી બેઠો હશે,

સાથે માતા ધરતી પણ બોજ ઊઠાવી બેઠી હશે,


મનથી દુઃખી એ હશે એટલે હોનારતો સર્જી હશે,

કોરોના ધરતીકંપ ને વાવાઝોડું એક સાથે સર્જા હશે,


કુદરત નથી સંઘરતી ક્યારેય સ્હેજેય મલિનતા,

જોયો છે ક્યારેય દરિયો મડદાંને સંઘરતાં,


અંતરમાં કેટકેટલું ધરબાયું આજે એને હશે,

દરિયા જેવો દરિયો પણ ધૂંધવાઈને ઊઠ્યો છે, 


ભાર સહન કરીને બેઠી ધરતી આ પાપોનો,

ત્યારે થાકીને હલી થયો અનુભવ ભૂકંપનો,


સમજાવવા કુદરત પણ ખેલે છે ઉલ્ટા દાવ,

દોડાવ્યા પહેલાં હવા માટે ને હવાથી કરો હવે બચાવ,


ભૂલ્યા નથી કોરોનાને ત્યાં આવી છે ઝંઝાવાતો,

તોય કરે કાવાદાવા નથી માનવ સમજતો,


જરૂર છે આજે પ્રભુને માનવતા ઉજાગર કરીએ,

આપણો નહીં પણ કુદરતનો ભાર હળવો કરીએ,


મદદ કરી પરસ્પરને પ્રભુને મદદરૂપ થઈએ,

થોડી ચિંતા હળવી કરી પ્રભુને હળવા કરીએ.


Rate this content
Log in