પ્રભુજી
પ્રભુજી
1 min
26.7K
નયનથી નયન મિલાવો પ્રભુજી,
ઉર ધડકન સંભળાવો પ્રભુજી,
તવ દ્વારે આવી ઊભો રહ્યો છું,
સ્નેહસુધા વરસાવો પ્રભુજી,
ના જાણું સ્તુતિ કે સ્તવનને હું,
જ્ઞાનગંગાને પ્રગટાવો પ્રભુજી,
દર્શનની અભિલાષ નિરંતર,
ચાતકીનૈન તુષ્ટાવો પ્રભુજી,
હારી વાણીને નૈન બિચારાં,
હજુએ કાં તડપાવો પ્રભુજી ?
