પરબ
પરબ
1 min
26
પ્યાસા વટેમાર્ગુ માટે પાણીના પરબ,
બાંધ્યા સર્વત્ર હવાના કુદરતે ખરબ.
ધૂળિયે મારગ મીઠાં જળના માટલા,
મોટા દાનેશ્વરી ક્યાં જોયા છે આટલા.
લૂગડું ઢાંકીને ઉપર મુક્યા છે બે લોટા,
ખોવાયા પરબ ને હવે દાતાના તોટા.
ઉનાળે તીવ્ર લાગતી પાણીની તલબ,
તરસ તરસ્યાની બુઝાવે ત્યારે પરબ.
પ્યાસા વટેમાર્ગુ માટે પાણીના પરબ,
તળાવ સરોવર કુવા ને વીરડા અરબ.
