પ્રાથમિકતા
પ્રાથમિકતા
1 min
94
ચકચકતાં દેવળો
જર્જરિત નિશાળો
ઊંચા ઊંચા પૂતળાં
ખંડેર રુગ્ણાલયો,
ઠેર ઠેર બાવલા
દુર્લભ દવાખાને ખાટલાં
જાજેરા જટાળાં જોગીઓ
જૂજ ને જવલ્લે તબીબ,
ભૂલભૂલામણી કચેરીઓ,
અળખામણી રંક રૈયત
મોટાં મોટાં ભાષણો
ખાલી ખાલી વચનો
તાળીનો ગડગડાટ,
મંદવાડનો ઢગલો
યમનો ખડખડાટ
કણસતાં શુરવીરો
ચમકતાં મહેલો,
સળગતાં સ્મશાનો
કાળની કિકિયારી
ચકચકતાં દેવળો
જર્જરિત નિશાળો,
ઊંચા ઊંચા પૂતળાં
ખંડેર રુગ્ણાલયો
ઠેર ઠેર બાવલા !
