STORYMIRROR

Neha Desai

Others

4  

Neha Desai

Others

પપ્પા

પપ્પા

1 min
220

જવાબદારીનું બીજું નામ પપ્પા

હસતાં ચહેરે ભાર ઉપાડે પપ્પા !


હૃદય પર ભાર પણ મોં પર હાસ્ય

હોઠો પર સ્મિતનું કારણ છે પપ્પા !


મકાનનું ચણતર ‘ને આપણું ગણતર

પાયો મજબૂત કરે છે પપ્પા !


ખાલી ખિસ્સાં ‘ને દિલ છલોછલ

વરસાવે પ્રેમ દુલાર પપ્પા !


કેળવણી ‘ને અનુશાસનનાં આગ્રહી

કદીક તીખો વાર કરે પપ્પા !


દીકરીને ગણે દિલનો ટુકડો

પરણાવીને દિલને સમજાવે પપ્પા !


સલાહ સૂચન માંગે તો આપે

સ્વમાનભેર હંમેશાં જીવે પપ્પા !


બધાંય માટે મનગમતું લાવે

કદીક ના માંગે કશુંય પપ્પા !


કદીય જીવનમાં હિંમત ના હારે

શૂન્યમાંથી કરે સર્જન પપ્પા !


નિર્મોહી મન ‘ને સાદગી એમનો ગુણ

સાહિત્યની 'ચાહત' સંગાથે નીખરે પપ્પા !


विषय का मूल्यांकन करें
लॉग इन