પપ્પા તમે
પપ્પા તમે
1 min
121
હતી જ્યારે નાની બાળકી હું,
હસતી તમને જોઈને ખડખડાટ,
ઉતરી જતો થાક તમારો બધો,
મને હસતી જોઈને પારણામાં,
એક સુખ દેખાતું તમારા ચહેરા પર,
લાડ લડાવતા ઘણા તમે મને પ્રેમથી,
નાની મારી આંગળી પકડી તમે,
ચાલતા શીખવાડતા મને ધીરેધીરે,
નહોતો કોઈ ડર મને પડી જવાનો,
કારણ મારો હાથ થામનાર હતા તમે,
ખાતી લથડીયા ચાલતા ચાલતા હું,
સીધો રસ્તો બતાવવા તમે મને.
