પોસ્ટ કાર્ડ
પોસ્ટ કાર્ડ
1 min
123
દિવાળી, રક્ષાબંધન, જન્માષ્ટમી કહો,
વાટ જોતા અમે,
સુન્દર ફૂલ કહો કે કોઈ પણ
જગ્યાના ફોટા,
જ્યારે આવતાં અમારે આંગણે,
રંગરંગીલા હોય,
મન મોહક ચિત્ર જોઈ અમે હરખાતા,
ક્યાં વિસરાઈ ગયા આ પોસ્ટકાર્ડ,
ક્યાંય ખબર ન પડી અમને
હવે આવ્યો યુગ મોબાઈલ ફોનનો
ભુલા પડ્યા આ પોસ્ટ કાર્ડ
ક્યાં વિસરાઈ ગયા આ પોસ્ટકાર્ડ ?
