પંખીડા ઝૂલે છે ડાળી
પંખીડા ઝૂલે છે ડાળી
1 min
194
પંખીડા ઝૂલે છે ડાળી પર
વાદળ જોઈ ચાતક પાળી પર,
ઝરમર ઝરમર વરસાદે નાચે
પરપોટા વ્હેતા આ પાણી પર,
ટહુકે મયુરા ને કોયલ બોલે
ખીલી છે કુદરત હરિયાળી પર,
ઝગડો ભ્રમરોમાં લાશો જ્યાં ત્યાં
નોંધાયો ગુનો આજે માળી પર,
ભરપૂર અન્નકુટના છે થાળો
લખયુ હરએકનું નામ થાળી પર.
