પંખા નામે માણસ
પંખા નામે માણસ
1 min
245
હું ,
એક પંખો છું
એક જગ્યાએ ઉભો રહી
વર્ષોથી ફર્યા કરું છું,
ને ઠંડક આપ્યા કરું છું.
મને હવે,
આ સતત
ફરવાનો થાક લાગે છે...
મારી દાંડલી ય
હવે હલવા લાગી છે...
પાંખિયા પર વર્ષોની
ધૂળ બાઝી છે,
જેનોય ભાર લાગે છે...
હવે,
મારું ભીતર ધોમ તપે છે
હું પરસેવે લથબથ છું..
પ્લીઝ, કોઈ ઉઠશો ?
ને સ્વીચ બંધ કરશો ?