પિતાની મનોદશા.
પિતાની મનોદશા.
1 min
25.9K
આજ અણોહરો એ ઊભો રહ્યો કન્યાવિદાયમાં.
ધખતા ઉરે વેદના છૂપાવતો રહ્યો કન્યાવિદાયમાં.
હજી તો કાલે પા..પા..પગલી ભરી કાલુંઘેલું બોલતી,
હૈયે રાખી પથ્થર સમસમી રહ્યો કન્યાવિદાયમાં.
નાની શિશુવત્ રમતી ભણતી ફેરફુદરડી ફરતી,
હસીન ચ્હેરે નૈન વરસાવી રહ્યો કન્યાવિદાયમાં.
વીતાવ્યું શૈશવ જે આંગણે ફળીને દીપાવતી,
જાણે ખૂણેખૂણા એ નીરખી રહ્યો કન્યાવિદાયમાં.
હરાય ગયું હોય રખેને સર્વસ્વ થૈને ખાલીખમ,
અંતરથી મૂક આશિષ આપી રહ્યો કન્યાવિદાયમાં.
