ફૂટપાથ
ફૂટપાથ
1 min
14.5K
ઉખડ બાખડ રસ્તાની કોરે એક ફુટપાયરી, જેનાપર બસ કચરાનાં ઢગલા.
ફુટપાયરીનાં એક ખૂણે, ગંધાતા ઊકરડા પાસે, એક ભીખારણ તેના કકળતા બાળકને, શુષ્ક સ્તને ધવડાવવાનો પ્રયાસ કરતી હતી.
તેની આખો પણ એટલીજ શુષ્ક !
અર્ધ ફાટેલી સાડીનો પાલવ ખેચીં, બાળકને ઢાંકવા મથતી'તી, ને બાળક રડતું રહયુ તેની છાતી મહી.
કોકડૂ વાળી ઢબૂરતી શીશુને, પોતે પણ સંકોડાતી.
હવે બન્ને ઝંપવા મથતાં હતા.
