વીતી ગયેલી કાલ
વીતી ગયેલી કાલ




અતીત કે જેને કાયમ આપણે,
વાગોળ્યા કરીએ છીએ, ગાયા કરીએ છીએ,
ભવ્ય ભૂતકાળની ગાથાઓ,
જ્યાં તક મળે ત્યાં કહ્યા કરીએ છીએ.
અતીતમાં જીવતા આપણે સહુ,
વર્તમાનથી વેગળા જ રહીએ,
આજ જીવવાનું ભૂલી જઈને,
ગઈકાલને જીવ્યા કરીએ.
વળી પાછા અફસોસ પણ માનવતા રહીએ,
વીતી ગયેલી રાતના સુંદર સ્વપ્નને,
ફરી ફરી યાદ કરવાથી,
કઈ સાચું નથી પડતું.
ભૂતકાળના સીમાચિહ્નોથી,
વર્તમાનમાં સફળ નથી થવાતું,
છતાંય અટવાયા કરીએ છીએ,
અતીતમાં સંસ્મરણમાં.
જીવવાનો આનંદ જો માણવો હોય,
તો નીકળવું પડશે બહાર,
અતીતના અંધકારમાંથી.