બિન વારસી
બિન વારસી


એક બિનવારસી મૃતદેહ મળી આવ્યો છે.
સાવ ચિંથરેહાલ,
અડધો કોહવાયેલો,
અડધો સડેલો,
ગંધાઈ ઉઠેલો,
એની ઓળખ કરવાની બાકી છે હજુ,
તપાસ ચાલે છે.
જાંચ - પડતાલ ચાલુ છે.
હજુ કોઈ પગેરું મળ્યું નથી.
ખૂબ ઊંડી તપાસ અંતે જાણ થઈ કે આ મૃતદેહ તો માનવતાનો છે.
મારી પરાવેલી માનવતાનો મૃતદેહ રઝળે છે હવે.
હજુ સુધી એનો કોઈ વારસ આવ્યો નથી.
માનવતાનો મૃતદેહ હજુ બિનવારસી જ પડ્યો છે.