Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

ફૂલોનો ચહેરો પણ શરમાઈ ગયો

ફૂલોનો ચહેરો પણ શરમાઈ ગયો

1 min
248


તારું મલકાતું મુખડું જોઈ આ સૂરજ પણ મલકાઈ ગયો,

જોને આ ધરતી પર કેવો પ્રકાશ રેલાઈ ગયો !


આ ફૂલોનું મુખડું પણ જોને કેવું થઈ ગયું રાતું,

તારી અદભૂત સુરત જોઈને ફૂલોનો ચહેરો પણ શરમાઈ ગયો !


નથી શબ્દો મારી પાસે તારા રૂપની પ્રશંસા માટે,

બેદાગ તારી સુરત જોઈ આ ચાંદ પણ આભે સંતાઈ ગયો !


ફુરસદની પળોમાં ઘડી હશે ઈશ્વરે તને શાયદ !

જો ને ! તારું આ ચુંબકીય રૂપ જોઈને દરિયો પણ ગાંડોતૂર થઈ ગયો !


કોણ જાણે કેવી અસર છે તારા પગલામાં !

આ આગમન થયું ને આ બાગ પણ હરખાઈ ગયો !


અદ્ભૂત રૂપની સાથે આપી તને કુદરતે શબ્દોની ભેટ,

જો ને ! આ એક એક શબ્દ તારો મહેફિલમાં ચર્ચાઈ ગયો !


તારી હાજરીથી વધી ગઈ રોનક મહેફિલની,

જોને તારો ખૂબસૂરત ચહેરો મહેફિલમાં વખણાઈ ગયો !


Rate this content
Log in