STORYMIRROR

Vrajlal Sapovadia

Others

4  

Vrajlal Sapovadia

Others

ફાળિયું

ફાળિયું

1 min
34

છ હાથ ને એક ગજ પહોળો 

ખેડુનાં કપડાનો રંગ ધોળો,


શિર બાંધ્યો પાઘડીનો ગોળો 

ફાળિયાનો પરિવાર બહોળો,


બે ફાળિયે બની ગઈ પછેડી

સોડ તાણવી જેટલી પછેડી,


ક્યાંક છે પછેડી વા વરસાદ 

ખંભે ખેસ કાંપો પછેડી સાદ,


સીવ્યા ત્રણ ફાળિયાં તરફાળ 

તરપોતો અઢાર હાથનો ફાળ,


વળી ચોફાળ ગાંસડી બાંધવા 

ચાર ફાળ કે પડ સાથે સાંધવા,


ચોફાળ બેવડી મોટી ચાદર

ચોવીસ હાથ લઈ સૂતા પાદર,


બાર ફાળિયે બને બુંગણ એક 

ખેતી ઘર વહેવાર કામે અનેક,


પનિયું બાંધવાનું કાપડ કમરે 

ખેસ ઓઢી જયારે સ્નેહી મરે,


ખેસ પનિયા અડધા ફાળીયા

કોઈ આડા કોઈ ઊભાં ફાડિયા,


ખેતી ખેડુ દરજીની ભાઈબંધી 

ફાળિયાં પરિવારની ચમરબંધી.


Rate this content
Log in