STORYMIRROR

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

પેટનો ખાડો

પેટનો ખાડો

1 min
26.1K


માનવી કેટકેટલું કરે છે પેટનો ખાડો પૂરવા,

નાનાને સલામ ભરે છે પેટનો ખાડો પૂરવા.


અન્ન, વસ્ત્રને આવાસ જરુરિયાત સૌની,

અપમાનના ઘૂંટ ગળે છે પેટનો ખાડો પૂરવા.


તનતોડ મહેનત કરી ઇપ્સિત પામનાર એ,

"હાજી હા" મુખે ઉચ્ચરે છે પેટનો ખાડો પૂરવા.


ક્યારેક સ્વમાનને પણ નેવે મૂકવું પડે એને,

પ્રશંસાનાં પુષ્પો ધરે છે પેટનો ખાડો પૂરવા.


સ્વતંત્રતા ભરખાતી અમલદારોના અહમમાં,

પામવા કદી કરગરે છે પેટનો ખાડો પૂરવા.


Rate this content
Log in