STORYMIRROR

Margi Patel

Others

3  

Margi Patel

Others

પડછાયો

પડછાયો

1 min
832


સ્પર્શ કરવાની તો ખૂબ જ આશા છે તને,

પણ તને તો ક્યાં અડકાય જ છે હે ! પડછાયા.


મારી ઈચ્છાથી કે અનિચ્છાથી છતાં,

જ્યાં જઉં ત્યાં તું સાથ ને સાથે જ ચાલે છે.


ધમ-ધમતા તડકામાં તો તું સાવ બીવે છે,

મારા પગ નીચે સંતાય છે તું પડછાયા.


રાતના અંધારામાં તું ડરપોક બની જાય છે,

નગુણા મિત્રોની જેમ છૂ થઇ જાય છે.


પૂરો દિવસ માણસના જેમ ભટકાય છે,

ને દર્પણથી ઝીલતો જ નથી તું પડછાયો.


તારા હલચલ તો નીરવ હોય છે પડછાયા,

છતાં કવિ આ હલચલમાં લીન બની જાય છે.


નાનું હોય કે મોટું, ગરીબ હોય કે ધનવાન,

પણ એક તું જ છે જેની નજરોથી ઘેરાયા છે બધા હે પડછાયા !


Rate this content
Log in