પડછાયો
પડછાયો

1 min

23K
પડછાયો બનીને રહેવું મારે,
જીવવાનું છે સથવારે તમારે,
મિત્રો બનાવો મારા જેવા,
અસ્તમાં વૃદ્ધિ પામે તેવા,
મધ્યમાં ઘટ્ટ છે પડછાયા,
ને ફરતે છવાય ઉપછાયા,
ખૂણે જોઉં છું છાયા-વલય,
આકાર જોઈને સાધે લય,
છોડું પીછો થયે અંધકાર,
ઉદય સમયે ધરું આકાર,
મધ્યાન્હે કરી લઉં આરામ,
સંધ્યા ટાણે કરું રામ રામ,
પ્રકાશ રોક્યે આપું છું છાંયો,
બનું દ્રશ્યવાનનો ઓછાયો,
છવાય તમ સમી એ કાલિમા,
ઓઝબ બે હાથની તાલીમાં,
પડછાયો બનીને રહેવું મારે,
સજીવ નિર્જીવ સૌ એક મારે.