STORYMIRROR

Arjun Gadhiya

Children Stories

3  

Arjun Gadhiya

Children Stories

પારણું પચરંગી

પારણું પચરંગી

1 min
401

મારાં કાનજીનું રૂડું પારણું રે,

                            પારણું પચરંગી…

પારણામાં જડ્યા મોરલા રે,

                            પારણું પચરંગી…


પારણામાં ટાંક્યા આભલા રે,

                            પારણું પચરંગી…

પારણામાં શણગાર્યા ફૂલડાં રે,

                            પારણું પચરંગી…


પારણામાં ચિતરી છે ભાત રે,

                            પારણું પચરંગી…

પારણામાં રેશમની દોરી રે,

                            પારણું પચરંગી…


પારણામાં સૂતો શ્યામળો રે,

                            પારણું પચરંગી…

પારણાં ઝૂલાવે જશોદાજી રે,

                            પારણું પચરંગી…


પારણાનાં ગીત ગાઈ 'અર્જુન' રે,

                            પારણું પચરંગી…

મારાં કાનજીનું રૂડું પારણું રે,

                            પારણું પચરંગી…


Rate this content
Log in