STORYMIRROR

DR REKHA SHAH

Others

3  

DR REKHA SHAH

Others

પાનખરની બીક નથી

પાનખરની બીક નથી

1 min
266

વસંતો ઘણી જોઈ જેણે,

એને પાનખરની બીક નથી,


ખરી પડે સૌ પાન ભલે,

શોભા પણ બધી સરી પડે,


જાણે પથરાય છે ત્યાં,

કોઈ નીરવ શાંતિ જ કંઈ,


જન્મ-મરણ એ ક્રમ છે કુદરતી,

ખીલવું ને મુરઝાવું જેમ,


ઉગશે ફરી નવી કૂંપળો,

ને નવાં આવશે ત્યાં પર્ણો,


થશે સંચાર ત્યાં નવજીવનનો

આવશે નવી વસંતો !


Rate this content
Log in