Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

પાદર

પાદર

1 min
230


મારા વતનના પાદરની ઊડતી ધૂળની ડમરીઓ,

આજ અચાનક જ આવી ગઈ છે એની મુજને યાદ !


સ્વચ્છતા સઘળી આખા શહેરની બની સ્વચ્છંદતા,

આવી જા અહીં આળોટવા સાંભળું પાદરના એવા સાદ !


આખું શહેર તો એક વિચિત્ર વાવાઝોડું અને વંટોળ,

કરી કરી ને કોને કરૂં પાદરના પ્રેમની ફરિયાદ !


ટકી ગયો છું આજ સુધી એ પાદરની યાદોના સહારે,

કેમ કરી ભૂલું બચપણની એ મજબૂત બુનિયાદ !


જીવનની ગતિ તો લક્ષ તરફ જ રહી હતી 'પરમ',

પાદરની 'પાગલ' અધોગતિ થકી જ થયો બરબાદ !


Rate this content
Log in