પા પા પગલી
પા પા પગલી

1 min

23.4K
દીકરી થઈ દેવી ઘરે આવ્યા,
જાણે આખું ત્રિલોક સાથે લાવ્યા.
સોહે પગમાં પાયલ છમછમ કરશે,
વ્હાલસોયી ઘર આ ગુંજવશે.
પારણામાં પોઢી ઘરને સુનમુન કરાવતી,
જાગી બધાને હર્ષોલ્લાસમાં લાવતી.
કાલી ઘેલી ભાષા બોલી મને સમજાવતી,
મારી આંગળી ઝાલી પા પા પગલી માંડતી.
યુવાનીમાં પગ માંડી સાસરે સિધાવશે,
દૂર જવાનો એનો ભય મને સતાવશે.
એ સમય તીવ્ર ગતિએ ક્યાં જતો રહ્યો,
પરીના બાળપણની યાદમાં હું અટવાઈ ગયો.