ઓસમ પર્વત
ઓસમ પર્વત


કાળમીંઢ પથ્થર વચ્ચે આ ઉગ્યા કરમડાં ખાટા
ઓસમ ડુંગરે લીલી પીળી રાયણના વન ઘાટા
ભીમ જેવો ભડવીર હીડમ્બાએ પ્રેમમાં પટાવ્યો
પાટણવાવ પર્વતે પાંડવોએ વનવાસ મટાવ્યો
ચમકતી પરલાઈટથી એની નાની મોટી ટેકરી
ચોમાસે વહેતા ધોધ કરતા વનરાજીની ચાકરી
ભાદરવી અમાસે લોકમેળો તળેટીમાં ઉભરાય
સહસ્ત્ર બત્રીસ ફૂટ ઊંચી ટોચથી સરોવર ભરાય
ટપકેશ્વર મહાદેવે ટપકતા પાણીથી ભર્યો હોજ
ભીમની થાળી પીરસેલી હજુ જાણે ચાલુ લોજ
માખણિયા પર્વત શિલા સીધી સપાટ ને લીસી
કાઠિયાવાડી ખમીર ટપકે ઓસમ દાંત પીસી
કાળમીંઢ પથ્થર વચ્ચે આ ઉગ્યા કરમડાં ખાટા
ગુફા ગિરનાર સાધી ઓસમ રમે રાત આટાપાટા