Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

KANAKSINH THAKOR

Children Stories Inspirational

4  

KANAKSINH THAKOR

Children Stories Inspirational

ઓ ઝાડભાઈ

ઓ ઝાડભાઈ

1 min
23.2K


ઓ ઝાડભાઈ ઓ ઝાડભાઈ

આ કાળઝાળ ગરમીમાં તું જઈશ સાવ શેકાઈ

ઓ ઝાડભાઈ ઓ ઝાડભાઈ


વરસાદમાં તું પલળતો અને ઠંડીમાં તુ ઠરતો

પરોપકાર માટે કયારેય ના ભાગતો કે ડરતો

છાંયડો આપી તાપ તું લેતો એ કેવી નવાઈ ?

ઓ ઝાડભાઈ ઓ ઝાડભાઈ


તારા શરીરને સૌ કાપતાં તોય તું કંઈ ના કેતો

ફળ, ફૂલ અને પાંદડાં તું તોય એમને ભેંટ દેતો

તારી ઉદારતાની વાતો આખા જગમાં છવાઈ

ઓ ઝાડભાઈ ઓ ઝાડભાઈ


પંખીઓનું ઘર બનીને તું કાયમ દેતો સહારો

આજ તને કાપી આ માનવી બન્યો છે સારો

તારો નાશ કરી માનવી આજ કરે છે બડાઈ

ઓ ઝાડભાઈ ઓ ઝાડભાઈ


Rate this content
Log in