STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ઓ દયાળુ મા

ઓ દયાળુ મા

1 min
192

ઓ દયાળુ મા

મને દુનિયાથી કોઈ ફરિયાદ નથી,


તું સાથે છે મારે બીજાનું શું કામ

ફક્ત મૂર્તિઓમાં નથી ચેહર મા,


તું તો કળિયુગમાં હાજરાહજૂર છે 

પ્રત્યક્ષ આસપાસ,

કોઈપણ સ્વરૂપમાં તું છે મા.


ભાવના ભરી વાતો કરું તારી સાથે,

ત્યારે તું એનું પ્રમાણ આપે છે.


આ એક દિવસનો અનુભવ નથી,

દયાળુ મા તારી હાજરી વર્તાય છે,


હૈયાનાં ભાવ સિવાય કંઈ જ નથી

તને અર્પણ કરવા માવડી,


તું તો ભાવ ભૂખી છે મા

મુશ્કેલીઓથી કોઈ ફરિયાદ નથી,

કારણકે તું મારી સાથે છે.


મને જિંદગીથી કોઈ ફરિયાદ નથી,

ચેહર મા તું મારી સાથે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન